48 વર્ષીય અસ્મીના તેમનાં સાથીદાર ઝુબૈદા સાથે એ સમયને યાદ કરીને હસી પડે છે જ્યારે તેઓ તેમનાં માતાએ ફેંકી દીધેલા ઘઉંના નકામા સાંઠામાંથીનાનકડી છાબડીઓ બનાવતાં હતાં. મેવાત વિસ્તારની મોટાભાગની છોકરીઓની જેમ, તેઓ પણ તેમનાં માતાનાઆગ્રહને કારણે આ વણાટકામ શીખ્યાં હતાં, ત્યારે તેમણે કલ્પના પણ નહોતી કરી કે આકળા એક દિવસ તેમની રોજીરોટીનુંસાધન બની જશે.
અસ્મીના હસતાં−હસતાં કહે છે, “અમે તે બનાવતાં અને અમારાં સગાં−સંબંધીઓને ભેટમાં આપી દેતાં. અબ જબ બિકન લાગે હૈં હમ ના દેવેં ફ્રી મેં [હવે એ વેચાવા લાગી છે એટલે અમે તેને મફતમાં નથી આપતાં].”
હરિયાણાના નૂહ જિલ્લાના ઘસેરા ગામમાં, પોતાના ઘરના આંગણામાં સિમેન્ટના બાંકડા પર બેસીને, તેઓ દેશી ઘઉંના સાંઠાની એક હાથ જેટલી લાંબી ડાળી ખેંચે છે અને એક પાતળી સોયની મદદથી તેને ચીરીને પાંચ તાંતણા બનાવે છે. તેમાંથી એક તાંતણો પસંદ કરીને, તેઓ ખૂબ જ કુશળતાથી તેને પોતે બનાવી રહેલી ચંગેરી (છીછરી છાબડી)ના વળાંકમાં વણી લે છે.
અસ્મીના કહે છે, “અગર ઘર મેં મહેમાન આગો ઔર ચંગેરી મેં રોટી ધરકે ના દી તો યૂ કહેંગે કિ અસમીના ને પ્લેટ મેં રોટી ધરકે દી ચંગેરી મેં ના દી [જો ઘરે મહેમાન આવે અને હું તેમને ચંગેરીમાં રોટલી ન આપું, તો તેઓ ફરિયાદ કરશે કે અસ્મીનાએ પ્લેટમાં રોટલી આપી, ચંગેરીમાં નહીં.].”
ચંગેરી એ બહુઉપયોગી છાબડીઓ છે, જે હરિયાણા અને રાજસ્થાનના મેવાત પ્રદેશની સ્ત્રીઓપરંપરાગત રીતે વણતી આવી છે. એક સમય એવો હતો જ્યારે લગ્ન, ઈદ અને અન્ય તહેવારોના પ્રસંગોએ આ છાબડીઓ ભેટ−સોગાદ આપવાના રિવાજનો તે એક ભાગ હતી.

















